ઉપયોગ કરવાની શરતોઃ
1. નીચે મુજબ કરેલ જોગવાઇ સિવાય CD ROM ની નકલ કરવાની તમને પરવાનગી નથી.
2. CDROM ની સામગ્રીનું વેચાણ કરવા માટેની તમને પરવાનગી નથી.
3. ઇન્ટેલની લેખિત પરવાનગી વગર કોઇપણ રીતે CDROMની સામગ્રીમાં સુધારા કરવા અથવા ફેરફાર કરવાની તમને પરવાનગી નથી.
4. CD ROMની સામગ્રી બાહ્ય રીતે કે જાહેર જનતા જોઇ શકે તે રીતે વેબ પેઇજ પર મુકી શકાશે નહીં.
5. ઇન્ટેલ તેની સામગ્રી અંગેના તમામ ઇન્ટેલએક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ (બૌદ્ધિક સંપત્તિ અંગેના હક્કો) પોતાની પાસે ધરાવે છે.
6. ઇન્ટેલ® એજ્યુકેશનના લોગો(પ્રતિક)નો ઉપયોગ કરવાની પરવાનગી નથી.
ટ્રેડમાર્ક (વ્યાપારિક ચિહ્ન) અંગેની માહિતીઃ
બન્ની પીપલ, સેલેરોન, સેલેરોન ઇનસાઇડ, સેન્ટ્રીનો, સેન્ટ્રીનો લોગો, કોર ઇનસાઇડ, ફ્લેશ ફાઇલ, i960, ઇન્સ્ટન્ટIP, ઇન્ટેલ, ઇન્ટેલ લોગો, ઇન્ટેલ386, ઇન્ટેલ486, ઇન્ટેલ740, ઇન્ટેલDX2, ઇન્ટેલDX4, ઇન્ટેલSX2, ઇન્ટેલ કોર, ઇન્ટેલ ઇનસાઇડ, ઇન્ટેલ ઇનસાઇડ લોગો, ઇન્ટેલ લીપ અહેડ, ઇન્ટેલ લીપ અહેડ લોગો, ઇન્ટેલ નેટબર્સ્ટ, ઇન્ટેલ નેટમર્જ, ઇન્ટેલ નેટસ્ટ્રક્ચર, ઇન્ટેલ સીંગલડ્રાઇવર, ઇન્ટેલ સ્પીડસ્ટેપ, ઇન્ટેલ સ્ટ્રાટાફ્લેશ, ઇન્ટેલ Viiv, ઇન્ટેલ vPro, ઇન્ટેલ એક્સસ્કેલ, ઇટાનીયમ, ઇટાનીયમ ઇનસાઇડ, MCS, MMX, ઓપ્લસ, ઓવરડ્રાઇવ, પીડીચાર્મ, પેન્ટીયમ, પેન્ટીયમ ઇનસાઇડ, સ્કૂલ, સાઉન્ડ માર્ક, ધ જર્ની ઇનસાઇડ, વીટ્યુન, ઝીઓન તથા ઝીઓન ઇનસાઇડ એ યુ.એસ. અને અન્ય દેશોમાં ઇન્ટેલ કોર્પોરેશનના ટ્રેડમાર્ક્સ (વ્યાપારિક ચિહ્નો) છે.
ઇન્ટેલ પાસેથી પરવાનગી મેળવીને જ ઇન્ટેલના વ્યાપારિક ચિહ્નોનો જાહેર ઉપયોગ કરી શકાય છે. ઇન્ટેલના વ્યાપારિક ચિહ્નો જાહેરાતમાં અને ઇન્ટેલના ઉત્પાદનોનાં વેચાણ માટે યોગ્ય કબૂલાત જરૂરી છે.
* અન્ય નામો અને વ્યાપારિક ચિહ્નો (બ્રાન્ડ્સ) એ અન્યોની સંપત્તિ તરીકેનો ઉલ્લેખ કરી શકાય.
માઇક્રોસોફ્ટ, વિન્ડોઝ અને વિન્ડોઝ લોગો યુનાઇટેડ સ્ટેટ્સ અને અથવા અન્ય દેશોમાં આવેલ માઇક્રોસોફ્ટ કોર્પોરેશનના વ્યાપારિક ચિહ્નો અથવા નોંધાયેલ વ્યાપારિક ચિહ્નો છે.
જાવા અને જાવા આધારિત બધા જ વ્યાપારિક ચિહ્નો અને લોગો યુ.એસ. અને અન્ય દેશોમાં આવેલ સન માઇક્રોસીસ્ટમ્સ ઇન્કોર્પોરેશનના વ્યાપારિક ચિહ્નો અથવા નોંધાયેલા વ્યાપારિક ચિહ્નો છે.
બ્લુ ટુથ તેના માલિક દ્વારા અધિકાર ધરાવતું વ્યાપારિક ચિહ્ન છે જેનો ઇન્ટેલ કોર્પોરેશન દ્વારા લાઈસન્સ હેઠળ ઉપયોગ કરવામાં આવે છે.
ઇન્ટેલ કોર્પોરેશન પામ ઇન્કોર્પોરેશન ના લાઈસન્સ હેઠળ Palm OS® Ready mark નો ઉપયોગ કરે છે.
અન્ય કોઇ હક્ક નહીં. આ કરારમાં સ્પષ્ટતાપૂર્વક કરેલ જોગવાઇ સિવાય, ઇન્ટેલની માલિકી અથવા નિયંત્રણ હેઠળની માલિકી હક્કની માહિતી અથવા પરવાનો (પેટન્ટ), કોપીરાઇટ, માસ્ક વર્ક, વ્યાપારિક ચિહ્નો, વ્યાપારિક રહસ્ય અથવા અન્ય બૌદ્ધિક સંપત્તિ હક્ક સંબંધિત સ્પષ્ટ રીતે અથવા સૂચિત કર્યા મુજબ ઇન્ટેલ દ્વારા તમને કોઇ જ હક્કો અથવા લાઈસન્સ આપવામાં આવતા નથી.
સોફ્ટવેર અને કોપીરાઇટની માલિકીઃ સોફ્ટવેરની બધી જ નકલોનો માલિકી હક્ક ઇન્ટેલ અથવા તેના વિતરકો પાસે છે. યુનાઇટેડ સ્ટેટ્સ અને અન્ય દેશો અને આંતરરાષ્ટ્રીય કરારની જોગવાઈઓના કાયદાઓ દ્વારા સોફ્ટવેરને કોપીરાઇટ કરવામાં તેમજ રક્ષિત કરવામાં આવેલ છે. તમે સોફ્ટવેરમાંથી કોઇપણ પ્રકારની કોપીરાઇટ નોટીસ કાઢી શકશો નહીં. ઇન્ટેલ તેના સોફ્ટવેરમાં અથવા બીજી વસ્તુઓમાં ક્યારેય પણ, જાણ કર્યા સિવાય ફેરફાર કરી શકશે પરંતુ સોફ્ટવેરને માટે મદદરૂપ થવા કે અદ્યતન કરવા માટે બંધાયેલ નથી. સ્પષ્ટ રીતે જોગવાઇ કર્યા સિવાય, ઇન્ટેલના પરવાનાઓ (પેટન્ટ્સ) કોપીરાઇટ્સ, વ્યાપારિક ચિહ્નો અથવા અન્ય બૌદ્ધિક સંપત્તિના હક્કો હેઠળ ઇન્ટેલ કોઇ જ હક્ક આપતું નથી. તમે સોફ્ટવેરને ત્યારે જ આપી શકો કે જ્યારે સ્વીકાર કરનાર આ શરતોથી સંપૂર્ણપણે બંધાય અને તમે સોફ્ટવેરની કોઇ જ નકલો ધરાવતા ન હોવ.
મર્યાદિત મીડિયા બાંહેધરીઃ ઇન્ટેલ દ્વારા જો ફિઝીકલ મીડિયા પર સોફ્ટેવર આપવામાં આવ્યું હોય તો ઇન્ટેલ દ્વારા વિતરણ કરવામાં આવેલ હોય તેના નેવું (90) દિવસના સમયગાળા માટે ભૌતિક ખામીઓથી મુક્ત હોય તેવા મીડીયાની બાંહેધરી આપે છે. જો આવી કોઇ ખામી જણાય, તો મીડિયા બદલી આપવા માટે અથવા ઇન્ટેલ પસંદ કરે તે પ્રમાણેના વહેંચણીના વિકલ્પ માટે ઇન્ટેલને પરત આપો.
અન્ય ખાતરીઓ સિવાયઃ ઉપર દર્શાવ્યા સિવાય, ખાસ હેતુ માટેની વેપાર સંબંધિત, કોઇ ઉલ્લંઘન ન થાય તે રીતે તેમજ યોગ્યતાની ખાતરીઓ સહિત કોઇપણ પ્રકારની સ્પષ્ટરીતે જણાવેલી અથવા સૂચિત કરેલ ખાતરી વગર સોફ્ટવેર “જેવું છે તેવું” આપવામાં આવે છે. સોફ્ટવેરમાં સમાવેશ કરવામાં આવેલ કોઇપણ માહિતી, મૂળ લખાણ (text), ગ્રાફિક્સ, લિંક્સ અથવા અન્ય સામગ્રીઓની ચોકસાઇ અથવા પૂર્ણતા માટે ઇન્ટેલ ખાતરી આપતી નથી અથવા તો જવાબદારી માનતી નથી.
જવાબદારીની મર્યાદાઃ જ્યાં કેટલાક નુકશાનની શક્યતાની ઇન્ટેલ દ્વારા સલાહ આપવામાં આવે છે તો પણ, સોફ્ટવેરનો ઉપયોગ કરવાથી અથવા તો તેનો ઉપયોગ કરવાની અક્ષમતાના લીધે પેદા થતા કોઇપણ નુકશાન (જેવા કે અમર્યાદિત, નફો ગુમાવવો, ધંધાકિય ખલેલ અથવા માહિતી ગુમ થવા સહિત) માટે ઇન્ટેલ અથવા તેના વિતરકો કોઇપણ સંજોગોમાં જવાબદાર નથી. કેટલાક અધિકારક્ષેત્ર સૂચિત ખાતરીઓ અથવા આનુસંગિક અથવા ઘટના આધારિત નુકશાન માટેની જવાબદારીને બાકાત રાખવાનું કે મર્યાદા પર પ્રતિબંધ મૂકે છે જેથી ઉપરની જવાબદારી તમને લાગુ પડતી નથી. તમારી પાસે કાનૂની હક્ક હશે જે એક અધિકારક્ષેત્રથી બીજા અધિકારક્ષેત્ર સુધી જુદા પડતા હોય છે.
આ કરારની નાબૂદીઃ જો તમે શરતોનો ભંગ કરશો તો ઇન્ટેલ આ કરારને ગમે તે સમયે નાબૂદ કરશે. નાબૂદી સમયે, તમે સોફ્ટવેરનો તાત્કાલિક નાશ કરશો અથવા સોફ્ટવેરની બધી જ નકલો ઇન્ટેલને પરત કરશો.
લાગુ પડતા કાયદાઓઃ
આ કરાર હેઠળના કોઇ પણ દાવા કેલિફોર્નિયાના કાયદા હેઠળ સંચાલિત કરવામાં આવશે, કાયદાઓના સંઘર્ષના સિદ્ધાંતો અને માલ વેચવા માટેના યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન કોન્ટ્રાક્ટ સિવાય કેલિફોર્નિયાના કાયદાઓ દ્વારા આ કરાર હેઠળ ઉદ્ ભવતા દાવાઓનું સંચાલન કરવામાં આવશે. લાગુ પડતા હોય તેવા નિકાસના કાયદાઓ અને નિયમોનો ભંગ કરીને તમે સોફ્ટવેરની નિકાસ કરી શકતા નથી. ઇન્ટેલના અધિકૃત પ્રતિનિધિ દ્વારા લેખિતમાં અને સહી કરેલ નહીં હોય ત્યાં સુધી ઇન્ટેલ અન્ય કોઇપણ કરારો માટે બંધાયેલ નથી.
સરકારા દ્વારા પ્રતિબંધિત હક્કોઃ “પ્રતિબંધિત હક્કો” સાથે સોફ્ટવેર આપવામાં આવેલ છે. ઉપયોગ કરવો, પ્રતિલિપિ બનાવવી (કોપી કરવી) અથવા સરકાર દ્વારા પ્રગટ કરવું તે FAR52.227-14 તથા DFAR252.227-7013 et seq અંતર્ગત પ્રતિબંધિત થવાને પાત્ર છે. સરકારી પેઢી દ્વારા થતા સોફ્ટવેરના ઉપયોગ માટે ઇન્ટેલના પ્રોપ્રાઇટરી રાઇટનો આભાર માનવો જરૂરી છે કે કોન્ટ્રાક્ટર અથવા બનાવનાર ઇન્ટેલ છે.